પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સ્થાપના વર્ષ ૧૯૩૬માં કરવામાં આવી હતી. જેનું મુખ્યાલય માઉન્ટ આબુ છે. આ સંસ્થાની વિશ્વના ૧૩૯ દેશોમાં ૮૫૦૦ થી વધારે સેવાકેન્દ્રો છે. જેમાનું એક સેવાકેન્દ્ર નડીયાદ શહેરની સાક્ષર ભૂમિ પર પણ છે. જેના સંચાલિકા રાજયોગીની બી.કે. પૂર્ણિમાબેન છે. જેમના અથક સેવાના સંકલ્પ તથા પ્રયાસોને કારણે આજે નડિયાદનું સેવાકેન્દ્ર આજે એક વટવૃક્ષ બની ગયું છે.

સૌ પ્રથમ વર્ષ ૧૯૭૪માં નડિયાદ  શહેરના સંતરામ  મંદિરથી સેવાની શરૂઆત કરી ત્યાર બાદ લખાવાડ વિસ્તાર, સંતરામ મંદિર પાછળ સંતરામ સોસાયટી અને વર્તમાન "પ્રભુશરણમ્" ભવનનું ઉદ્ઘાટન વર્ષ ૨૦૧૮માં સંપન્ન થયું. આ ભવનનું નિર્માણ ૫૫૦૦૦ ચો.ફૂટના વિશાળ એરિયામાં કરવામાં આવેલ છે. જેમાં ક્લાસરૂમ, મીટીંગ ઑફિસ, લાયબ્રેરી, યોગનો અનુભવ કરવા માટે અનુભૂતિ કક્ષ તથા અવાર-નવાર યોજાતા પ્રોગ્રામ માટે ૧૫૦ લોકો બેસી શકે તેવા સેમિનાર હૉલ અને ૧૦૦૦ લોકો બેસી શકે તેવા વિશાળ ઓડિટોરિયમ હૉલ તથા વાહનો માટે વિશાળ પાર્કીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ભવનના ટેરેસ પર ૮૪ કિલો વૉટની કેપેસિટી ધરાવતું સોલાર સિસ્ટમ લગાવવામાં આવેલ છે તથા વરસાદના પાણીને સ્ટોર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહી લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ તથા સુંદર બગીચાના નિર્માણ સાથે આ ભવન ગ્રીન બિલ્ડીંગના નિયમોનુસાર બનાવવામાં આવેલ છે.

    નડીયાદ શહેરમાં સેવાનો વ્યાપ વધતો જતાં આજે બ્રહ્માકુમારી સંસ્થા નડિયાદની સેવાના 50માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેનો લાભ નડીયાદ તથા આસપાસના અનેક ગામોના હજારો લોકોએ લીધો છે. જેના કારણે આજે નડિયાદની આસપાસના વિવિધ વિસ્તારો (પીજ રોડ, સરસ્વતી નગર, SRP કેમ્પ, મંજીપુરા, પારસ એવન્યુ, પીપલગ, રાજનગર, ઉત્તરસંડા, નરસંડા, ભુમેલ,  હાથજ, હાથનોલી, સલુણ) માં ગીતા પાઠશાળા દ્વારા ઈશ્વરીય સેવાઓનો  લાભ તે વિસ્તારમાં રહેતાં લોકો દરરોજ મેળવી રહ્યા છે.

સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓ :

(૧) આધ્યાત્મિક જ્ઞાન  તથા રાજયોગા મેડિટેશન ની સમજૂતી અને અનુભૂતિ.

(૨) આધ્યાત્મિક કન્યા શિક્ષણ ગૃહ દ્વારા કન્યા કેળવણી.

(૩) સામાજીક / જનકલ્યાણના વિવિધ કાર્યક્રમો. 

(૪) ચિંતામુક્ત  / તણાવમુક્ત જીવનશૈલી

(૫)  વ્યસનમુક્તિની જાગૃતિ અને  તે માટે જરૂરી સેવા આપવી.

(૬) યુવા જાગૃતિ / મહિલા જાગૃતિ અંગેના પ્રોગામોનું આયોજન કરવું.

(૭) પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, છોડ વિતરણ કરવું.

(૮) આત્મ કલ્યાણ માટેની યોગ સાધનાના કાર્યક્રમનું આયોજન કરવું.

(૯) મૃત્યુ પ્રવચન તથા શાંતિ પાઠ કરવો.

(૧૦) બાલ વ્યક્તિત્ય વિકાસ તથા શિબિરો.

(૧૧) સમાજના વિવિધ પ્રભાગો (એડમિનિસ્ટ્રેટર્સ, કૃષિ અને ગ્રામીણ વિકાસ, આર્ટ એન્ડ કલ્ચર, વ્યાપાર અને ઉદ્યોગ, શિક્ષણ, આઈ.ટી., જ્યુરિસ્ટ, મીડિયા, મેડિકલ, રાજકારણીઓની સેવા, ધાર્મિક, વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ, સુરક્ષા સેવાઓ, શિપિંગ, એવિએશન અને ટુરિઝમ, સામાજિક, સ્પાર્ક, સ્પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ, મહિલા, યુવા પ્રભાગ) દ્વારા સેવા પ્રવૃત્તિ